રાજયના હવામાન વિભાગની હીટવેવની આગાહી વચ્ચે જામનગરની જી.જી.હોસ્પિટલમાં હીટવેવના દર્દીઓ માટે અલગ 25 બેડ મૂકવામાં આવ્યા છે. આઇસીયુ અને અન્ય વોર્ડમાં દર્દીઓ માટે અલાયદી સુવિધા ઉભી કરવામાં આવી છે. રાજયના હવામાન વિભાગ દ્રારા હીટવેવની આગાહી કરવામાં આવી છે.
ગરમી વધતા લોકોને ડી-હાઇડ્રેશન, ચકકર આવવા સહિતની સમસ્યાનું પ્રમાણ વધુ રહે છે. ત્યારે હીટવેવના કારણે ઉપરોકત સમસ્યાવાળા દર્દીઓની સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ડો.મનીષ મહેતાના વોર્ડમાં, 5 માં માળે તથા ત્રીજા માળે 10-10 બેડ તથા આઇસીયુમાં 5 બેડ અલગથી મૂકવામાં આવ્યા છે. જયાં આ પ્રકારના દર્દીઓની સારવાર કરી તુરંત તેઓને રજા આપી શકાય.

