Gujarat

ATMમાં એલ્યુમિનિયમની પટ્ટી પર ગમ લગાડી ગ્રાહકોના રૂપિયા પડાવતી ટોળકીના બે ઝડપાયા

ATMમાંથી ગ્રાહકોના રૂપિયા પડાવી લેતી ટોળકીના બે ચોરોને ઉધના પોલીસે ઝડપી પાડયા છે. ઉધના પોલીસે 11 હજાર રોકડા, 2 બાઇક, 2 મોબાઇલ, 2 ATM, એલ્યુમિનિયમ પટ્ટી, સ્કુડ્રાઇવર સહિત 1.16 લાખનો મુદામાલ કબજે કર્યો છે.

પોલીસે રમેશચંદ્ર રામઆશરે મિશ્રા અને રજનીકાંત રામનરેશ દિક્ષીત(રહે, તૃપ્તીનગર,બમરોલી રોડ,મૂળ રહે. યુપી)ની ધરપકડ કરી છે. મોટેભાગે તેઓ SBIના ATMને ટાર્ગેટ કરતા. બંનેએ ATM ચોરીના 7 ગુનાઓ કબુલ્યા છે.

જેમાં ઉધનાના-2, સચીન GIDC-1, કીમ બ્રિજ પાસે SBIના, કડોદરા પાસે એક્સિસના, ચલથાણ ફાટક પાસે HDFCના અને ઉધના જીવન જ્યોત પાસે SBIના ATMમાંથી ચોરી કરી છે. બન્ને આરોપીઓ બે મહિનાથી ATMમાંથી ચોરી કરતા હતા.

યુપીના મિત્ર મનોજે બંનેને આ ટ્રિક શીખવી

​​​​​​​ATMમાં એલ્યુમિનિયમની પટ્ટીમાં ગમ લગાડી ચોરી કરવાનું બન્ને આરોપીને મિત્ર મનોજ તિવારીએ શીખવાડ્યું હતું. મનોજ બન્ને મિત્રોને આ ટ્રીક શીખવવાે ઉધનામાં એસબીઆઈ બેંકના ATMમાં લઈ ગયો હતો. જ્યા 5 થી 10 સેક્ન્ડમાં પટ્ટી કેવી રીતે ચોટાંડવી તે શીખવ્યું હતું. મનોજ તિવારી બન્ને મિત્રોને આ ટેક્નીક શીખવવા યુપીથી 4 માસ પહેલા સુરત આવ્યો હતો .