Gujarat

દ્વારકામાં કાયદાનો ભંગ કરી તમાકુનું વેચાણ, 32 દંડાયા

યાત્રાધામ દ્વારકાના શહેરી વિસ્તારમાં 31મેના વિશ્વતમાકુ નિષેધ દિવસ અંતર્ગત તાલુકા હેલ્થ કચેરી દ્વારકાનાં સ્ટાફ દ્વારા ટોબેકો સ્કવોડ બનાવી તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 ( COTPA – 2003 )નુ સઘન અમલીકરણ થાય તેવા હેતુથી દ્વારકાધીશ મંદિર ,શહેરી વિસ્તારનાં જાહેર સ્થળો,શૈક્ષણિક સંકુલો તથા સરકારી કચેરીઓની આજુબાજુ મુલાકાત લઈ ઉપરોક્ત કાયદાનું ઉલ્લઘંન કરનારતમાકુનાં વેચાણકર્તા દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

જે અંતર્ગત 32 જેટલા દુકાનદારો પાસેથી રૂા.3,850ની દંડનીય વસુલાત કરવામાં આવી હતી. તદુપરાંત તમાકુથી થતા નુકશાનોની સમજ માટે લોકજાગૃતિ માટે વિવિધ કાર્યવાહી પણ કરવામાં આવી હતી.કામગીરીને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ કચેરી તથા પોલીસ સ્ટેશનનાં સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.