Gujarat

ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ વૃક્ષો ઉછેર અભિયાન સુરત દ્વારા વૃક્ષોને પીંજરા કાપીને મુક્ત કરવામાં આવ્યા

ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ વૃક્ષો ઉછેર અભિયાન સુરત દ્વારા 35 જેટલા વૃક્ષોને પીંજરા કાપીને મુક્ત કરવામાં આવ્યા હતા. તા 2/6/2024 ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ વૃક્ષો ઉછેર અભિયાન સુરત દ્વારા આજે S.D જૈન સ્કુલ વેસુ ખાતે તા. 5 જૂન પર્યાવરણ દિવસની ઉજવણી માટે આજે 20 જેટલા ખાડા પાડવામાં આવ્યા.

જેમા વેસુના કોર્પોરેટર વિનોદભાઈ પટેલ અને બીજા એવાજ કોર્પોરેટર બળવંત ભાઈ અને નગરજનો ઉપસ્થિત રહયા હતા, અને ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટની બીજી ટીમ મોટાવરાછામાં જે વૃક્ષો મોટ થઈ ગયા છે અને તેના વૃક્ષોમા ખુપેલા પીંજરા કાપીને પાલ વિસ્તાર માંથી કાઢી રહ્યા છે.