ધરમપુરની બામટી સ્થિત એપીએમસી માર્કેટમાં કેરીની વધેલી આવક સામે ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ભારે પવનની આગાહીની વાતે ખેડૂતોની ચિંતા વધારી છે. અગાઉ ફૂંકાયેલા ભારે પવનમાં કેટલાક ગામોમાં થયેલા ખરણથી થયેલા નુકસાનને લઈ બીજા તબકકાની પરિપક્વ કેરીમાં નુકસાન નહીં થાય એવી લાગણી ખેડૂતોમાં ઉઠી છે.
દક્ષિણ ગુજરાતની આશરે 400થી વધુ સ્ટોલથી સજ્જ બામટીની પાકી માર્કેટમાં આવકમાં વધારો થયો છે. ધરમપુરની બામટી માર્કેટમાં હાલ દરરોજ 3 હજાર ટન કેરી વેચાણ માટે આવી રહી છે.
માર્કેટમાં ગ્રામ્ય વિસ્તારની કેરીની આવક શરૂ થતા 15થી 20 ટકા ભાવમાં ઘટાડો નોંધાયો છે. માર્કેટમાં સારા ભાવને લઈ ધરમપુર, કપરાડા, સેલવાસ, ડાંગ, ચીખલી, મહારાષ્ટ્ર તરફથી પણ કેરી આવતી હોય છે. (ભાવમાં ઘટાડો બધારો થઈ શકે)
વેપારીઓ શું કહી રહ્યા છે માં શારદાદેવી ફ્રૂટ સેન્ટરના ભૈયાલાલ પટેલ કહે છે, ગત વર્ષની સરખામણીમાં થોડા ઓછા પાકને પગલે શરૂઆતમાં જોવા મળેલા થોડા ઉંચા ભાવને લઈ નાસિક સહિત મુંબઇ અને મહારાષ્ટ્રના વેપારીઓ ઓછા આવ્યા હોવાની વાત સ્ટોલ ધારકે કરી હતી.