ચોમાસાની સીઝન નજીક આવી ગઈ છે ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે.

જેમાં પાણીના નિકાલ કરતી કેનાલની સફાઈ સહિતની કામગીરી મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ચાલી રહી છે જેને લઈને આગામી ચોમાસામાં શહેરીજનોને કોઈ મુશ્કેલી ના પડે અને વરસાદી પાણીનો નિકાલ વ્યવસ્થિત થઈ શકે તે માટે જામનગર શહેરના 78 વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા પ્રી મોનસુન કામગીરી ચાલી રહી છે અને અલગ અલગ ઘરની મુલાકાત લઇ અધિકારી અને કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

ધારાસભ્ય રિવાબા જાડેજાએ શહેરમાં તમામ જગ્યાએ વરસાદી પાણીની કેનાલ પ્રિ-મોન્સૂન કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કર્યું હતું અને સ્થાનિક લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા અને સ્થળ પર જ પ્રિ મોન્સુન કામગીરી અંગે મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ શાખાના અધિકારીઓને સ્થળ પર જ જરૂરી સુચનાઓ આપી હતી.

જ્યારે જામનગર શહેરના વોર્ડ નંબર 2,4,5 અને 11 માં આવતા વિસ્તારોમાં સમગ્ર વરસાદી પાણીની નિકાલ અને પ્રિ-મોન્સૂન કામગીરીનું ધારાસભ્ય રિવાબા જાડેજા મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા કોર્પોરેટર સહિત મહાનગરપાલિકાના સોલીટ વેસ્ટ ના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વણરવા સહિતના મનપાના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
