શ્રી મનસુખ માંડવિયાએ આજે શાસ્ત્રી ભવનમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેઓ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીનો પોર્ટફોલિયો પણ ધરાવે છે.
રમતગમત વિભાગના સચિવ અને યુવા બાબતોનાં વિભાગનાં સચિવ તેમજ મંત્રાલયનાં વરિષ્ઠ અધિકારીઓએ મંત્રીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા નિખિલ ખડસે પણ ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા કેન્દ્રીય પ્રધાનોને મંત્રાલયની યોજનાઓ અને પહેલ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. અગાઉ તેમણે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીનો હવાલો સંભાળ્યો હતો.

