ભારતના પોર્ટની પ્રથમ સુરક્ષા ગાર્ડ તરીકે કસ્ટમ વિભાગ આવે છે ત્યારે તેમના દ્વારા છેલ્લા મહિનામાં દોઢસો જેટલા કન્ટેનર કે જેમાં મહતમ એમએચઓ (મીક્સડ મીનરલ હાયડ્રોક્લોરાઈડ ઓઈલ) ના કન્ટેનર હોવાની બાતમી છે.
ખરેખર આવા જથ્થાઓમાં ડીઝલની નિયત વ્યાખ્યાથી થોડુ કેમીકલ ઉપર નીચે કરીને લઈ અવાય છે, જેમાં લેબોરેટરી સેટીંગ તેમજ ડીઝલના જીન્સ સાથે ન મળતા તે ઈમ્પોર્ટ થઈ જતા હોવાનું મોટુ ષડયંત્ર ચાલી રહ્યું છે. પરંતુ આ સિવાય પણ બે મહત્વના નિયમોનો ભંગ થઈ રહ્યો છે, જે અંગે પણ કાર્યવાહી ન થતી હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ દેખાતા બાબત તપાસનો વિષય બન્યો છે.
ડીઝલના થોડા ગુણધર્મ બદલીને એમએચઓ કે આવાજ કોઇ ભળતા નામથી આયાત કરીને તેમાં નિશ્ચીંત ફોર્મ્યુલા ફરી કરીને ભારે વાહનોમાં ઉપયોગ લેવાય છે. આવું અગાઉ બેઝઓઈલ સાથે થયું, હવે નવા નવા નામો તે માટે સામે આવી રહ્યા છે.
પરંતુ ભારતીય રાજપત્રમાં જાહેર થયેલી નીયમાવલી અનુસાર કોઇ પણ જ્વલનશીલ લીક્વીડ કન્ટેનરમાં લાવવાની પરવાનગીજ નથી, ઉપરાંત તેના સ્ટોરેજની પરવાનગી અલગથી લેવી પડે છે જે મહતમ સીએફએસમાં નથી. આ બન્ને નિયમોને તાક પર રાખીને સરકારની નીતિઓમાંથી છટકબારી કાઢી મોટા પ્રમાણમાં ડીઝલ કે તેના જેવા પ્રવાહીનું આયાત થઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મુંદ્રા કસ્ટમના એસઆઈઆઈબી દ્વારા આ તપાસ ચાલુ છે ત્યારે સરકારી રાહે સંલગ્ન વિભાગો આ બન્ને નિયમોનું પાલન ન થતું હોવાથી કાર્યવાહી હાથ ધરે અને સરકારી તિજોરીમાં થઈ રહેલું કરોડોનું નુકશાન રોકી શકાય તે જરૂરી બન્યુ છે.

