ઉત્તર પ્રદેશના કાનપુર મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ પાસઆઉટ સ્ટુડન્ટનું ચોથા માળેથી પડી જવાથી મોત થયું હતું. બરેલીની રહેવાસી મહિલા ડૉક્ટર કાનપુર મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કર્યું હતું અને આ ઘટના પહેલા મૃતક મહિલા તેના બે મિત્રો સાથે પાર્ટીમાં ગઈ હતી, ત્યારબાદ ચોથા માળેથી પડીને તેનું મોત થયું હતું, જ્યારે તેના પરિવારજનોનું કહેવું છે કે તેમની પુત્રીની હત્યા કરવામાં આવી છે.
૨૦૧૮-૨૦૨૨ બેચની વિદ્યાર્થીની અને મેરઠમાં પોસ્ટિંગ પણ મેળવી ચૂકેલી મહિલા ડૉક્ટર બુધવારે રાત્રે તેના બે પુરુષ મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં પાર્ટી કર્યા બાદ મેડિકલ કોલેજના ઓડિટોરિયમ બિલ્ડિંગના ચોથા માળે પહોંચી હતી. જે બાદ શંકાસ્પદ હાલતમાં પડી જતાં તેનું મોત થયું હતું. મૃતક તબીબના પિતાએ આરોપ લગાવ્યો છે કે તેમની પુત્રીને ઢસડીને ટેરેસ પરથી નીચે ફેંકી હત્યા કરવામાં આવી હતી.
જોઈન્ટ પોલીસ કમિશનર હરીશચંદ્ર આ મામલે તપાસમાં શરૂ કરી દીધી છે સાથેજ તેમણે જણાવ્યું હતું કે આ ઘટના રાત્રે ૧ વાગ્યાની આસપાસ બની હતી આ કેસમાં તેના મહિલા ડોક્ટરના બંને મિત્રોની અટકાયત કરવામાં આવી રહી છે. તેના પરિવારજનો દ્વારા આ મામલે જે પણ અરજી આપશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
કોલેજ પ્રશાસનનું કહેવું છે કે મૃતક મહિલા ડૉક્ટર હવે અમારી મેડિકલ કોલેજની વિદ્યાર્થીની રહી નથી. તે ૨૦૧૮ બેચની હતી. ૨૦૨૩ માં એમબીબીએસ પૂર્ણ કર્યા પછી, તેણે અમારી સાથે તેની ઇન્ટર્નશિપ કરી, જે ૨૦૨૪ માં પૂર્ણ થઈ. આખરે, પોલીસ તપાસ કરી રહી છે કે તે રાત્રે ૧.૩૦ વાગ્યે કોલેજ કેમ્પસમાં તેના મિત્રો સાથે શું કરી રહી હતી. પરિવારજનોનો આરોપ છે કે તેના શરીર પર અમુક નિશાન પણ જોવા મળ્યા હતા એટલે કે તેની સાથે બળજબરી કરવામાં આવી હશે જો કે, પોલીસ હાલ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

