Gujarat

 ખેલ મહાકુંભની તિરંદાજી રમતમાં છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ઉમઠી ગામના રમતવિરોએ મેડલ મેળવ્યા 

    ગુજરાત રાજ્ય ખેલ મહાકુંભ -૨૦૨૪ રાજ્ય લેવલની  આર્ચરી સ્પર્ધા  સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નડીયાદ ખાતે યોજાયેલ આર્ચરી સ્પર્ધામાં ૨૬ જિલ્લાના ૧૨૦ ભાઈઓ અને ૯૦ જેટલી બહેનોએ આર્ચરી સ્પર્ધામાં ભાગ લીધો હતો. છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના અંતરીયાળ વિસ્તાર મધ્ય પ્રદેશના સિમાડે આવેલ ઉમઠી ગામના પોલીસ કોન્સ્ટેબલ ધનજીભાઈ જગનભાઈ રાઠવા  તેમજ સુરેશભાઈ દામજીભાઈ રાઠવા  એસ.આર.પી.એફ. કેવડીયા કોલોની ખાતે  પોલીસ જમાદાર તરીકે  ફરજ બજાવે છે. અને ગુજરાત પોલીસના જવાનોને આર્ચરી (તિરંદાજી) ગેમ્સની તાલીમ આપી રહ્યા છે.
          ખેલ મહાકુંભ આર્ચરી સ્પર્ધામાં સુરેશભાઈ રાઠવા અને ધનજીભાઈ જગનભાઈ રાઠવા આર્ચરી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ધનજીભાઈ રાઠવા 2 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. અને 1 સિલ્વર મેડલ મેળવ્યા હતો. તથા સુરેશભાઈ રાઠવા પણ સ્પર્ધામાં ભાગ લઈ 1 સિલ્વર મેડલ મેળવ્યો હતો.એમ કુલ 2 ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર મેડલ એમ કુલ 4 ચાર મેડલ મેળવી રાઠવા સમાજ તેમજ ઉમઠી ગામ અને સમગ્ર છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કર્યું છે.