Gujarat

ચૂંટણી ફરજ દરમિયાન માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાનને શ્રદ્ધા સુમન પાઠવતા જિલ્લા કલેકટર અનિલ ધામેલિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ

સ્વ.શ્રી ગુલાબભાઈ રાઠવાના પત્નીનેરૂ. ૧૫ લાખનો ચેક અર્પણકરાયો.
સહાયની રકમનો બાળકોના અભ્યાસમાં જ ઉપયોગ કરવા જિલ્લા કલેકટરનો અનુરોધ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ માં છોટાઉદેપુરના લીંબાણી ગામના  ગુલાબભાઈ રાઠવા હોમગાર્ડ તરીકે ચૂંટણી ફરજ પર હતા, જે દરમિયાન તેમનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ચૂંટણી પંચના નિયમોનુસાર ચૂંટણી ફરજ દરમિયાન કોઈ કર્મી મૃત્યુ પામે તો તેના પરિવારને સહાય ચુકવવામાં આવે છે.
છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાએ સંવેદનશીલતા સાથે તુરંત જે ઘટતી કાર્યવાહી કરાવીને સ્વ.શ્રી ગુલાબભાઈ રાઠવાની સહાય મંજુર કરાવી હતી.જિલ્લા કલેકટર અનિલ ધામેલિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખસ્વ.શ્રીગુલાબભાઈ રાઠવાના ઘરની મુલાકાત લઈ તેમના પરિવારને આશ્વાસન આપ્યું હતું, તેમજ સ્વ.શ્રીગુલાબભાઈ રાઠવાને શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા.
આ તકે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષકએ સ્વ.શ્રીગુલાબભાઈ રાઠવાના પત્ની મંજુલાબેનને રૂ.૧૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો. મંજુલાબેનને સહાયની રકમનો બાળકોના અભ્યાસ માટે જ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.ચૌધરી, ચૂંટણી શાખા તથા પોલીસ અધિકારી-કર્મચારીઓ, હોમગાર્ડના જવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.