Gujarat

ઉનાના લામધાર ગામના પાટીયા પાસે બાયપાસ રોડ પર થયો અક્સ્માત

ખાનગી ટ્રાવેલ્સ અને બાઈક વચ્ચે અકસ્માત બાઈક ચાલકને ઇજા પહોંચી..

ઉના શહેરના બાયપાસ રોડ ઉપર ખાનગી ટ્રાવેલ્સ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકને ઇજા પોહચતાં  સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામા આવેલ હતો.
ઉના વેરાવળ હાઇવે પર આવેલ લામધાર ગામના પાટીયા પાસે ઉના બાયપાસ રોડ જે ખાનગી ટ્રાવેલ્સ પોતાની સાઈડમાં જઈ રહી હતી. ત્યારે ઉના શહેર તરફ આવતા રસ્તા પર એક બાઈક ચાલકે બસને જોયા વગરજ પોતાનું વાહન લઇ અચાનક રસ્તો ક્રોસ કરતા બસના હડફેટે આવતાં અક્સ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકને ઇજા પહોંચતા સારવાર અર્થે ઉના હોસ્પીટલે ખસેડવામા આવેલ છે.
જોકે આ સમગ્ર ઘટનાનો વિડીયો ખાનગી ટ્રાવેલ્સમાં લગાવેલ કેમેરામાં કેદ થયો હતો. આ ઘટનામાં બાઈક ચાલક રોડ ઉપર બસ આવતી હોવા છતાં લાપરવાહી થી બાઈક ચલાવતો જોવા મળેલ. અને એ ઘટના સ્થળ પર અન્ય વાહન પણ ઉભા હતા.જે વિડીયોમાં કેદ થયો છે.
જોકે ઉના બાયપાસ રોડ પર જે નાના મોટા વાહનોને ઉના શહેરમાં પ્રવેશ કરવા માટે જીવના જોખમે હાઈવે ક્રોસ કરવો પડે છે. જેથી આ બાયપાસ પાસે તંત્ર દ્વારા સર્વિસ રોડ તેમજ અંડર બ્રીજ અથવા અન્ય કોઈ વ્યવસ્થા વાહન ચાલકો માટે કરવામાં આવે તો આવા ગંભીર અકસ્માતો થતા અટકી શકે છે..