માંગરોળ કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા નગરપાલિકા સફાઈ કામદારોનો ત્રણ થી ચાર માસના પગાર બાકી હોવાનુ સાથે અન્ય માંગણીએને લઈ 100 થી પણ વધુ સફાઇ કામદારોએ નગર પાલીકા કચેરીએ હોબાળો મચાવ્યો
હમારી માંગે પુરી કરોના નારા લગાવ્યા . પગાર નહી મળતા સફાઈ કર્મચારીઓને ઘર ખર્ચ સહીતમાં હાલાકી ભોગવી રહ્યા છે
સફાઈ કામદારોના દર મહિને રેગ્યુલર પગાર કરવા સહિત અન્ય પ્રાણ પ્રશ્નોને તાત્કાલિક હલ કરવા અગાઉ પણ સફાઈ કામદારો સાથે વાલ્મીકી સમાજ ના આગેવાનો દ્વારા પાલીકા ચિફ ઓફિસર ને લેખીત રજુઆત કરાઈ હતી
ત્યારે આજે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત સફાઇ કામદારોએ નગર પાલીકા કચેરીએ માંગણીઓ સંતોશવા મચાવ્યો હોબાળો અને માંગણીઓ ને ધ્યાને નહી લેવાય તો આવનારા દિવસો માં જલદ આંદોલન કરવાની સફાઇ કામદારોઓએ ચીમકી આપવામાં આવી છે..

