Gujarat

શહેરમાં ગુન્હાખોરી અટકાવવા પોલીસની નાઈટ ટ્રાફિક ડ્રાઈવ

જામનગર શહેરમાં રાત્રિના સમયે બેફામ દોડતા આવારા તત્વો પર લગામ કસવા ટ્રાફિક પોલીસ દ્વારા નાઈટ ડ્રાઈવની ખાસ ઝુંબેશ કરવામાં આવી હતી. જેમાં 5થી વધુ બાઈકોને ડીટેઈન કરી અનેક લોકોને દંડ ફટકારવામાં આવ્યા હતા.

ગત મોડી રાત્રે, જામનગર ટ્રાફિક શાખાના પીએસઆઇ આર.ડી.ગોહિલ દ્વારા જામનગર શહેરના જૂલેલાલ ચોક નજીક ટ્રાફિક ડ્રાઇવ ચલાવી વાહનચાલકોના લાઇસન્સ સહિતનું ચેકીંગ, ફોરવીલોમાં બ્લેક કાચ હટાવવા, બાઇકમા ત્રીપલ સવારી, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી, ધૂમ સ્ટાઇલ થી બાઇક ચલાવી રોમિયોગીરી કરતા વાહનચાલકો અને ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ધ્વનિ પ્રદુષણ કરતા બુલેટ ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ 5 થી વધુ બાઇક ડીટેન કરાયા અને સંખ્યાબંધ લોકો હાજર દંડ કર્યો હતો. પોલીસની આ કાર્યવાહી થી નિયમોનો ભંગ કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગઇ હતી.