રાજ્ય સરકારના આદેશ બાદ શહેરભરમાં આવેલી ઇમારતોમાં ફાયર સેફ્ટી, બીયુપી સહિતના જરૂરી દસ્તાવેજો અને સાધનો છે કે કેમ તેના ચાલતા ચેકિંગમાં પાલિકાએ ફાયર સેફટી અને બીયુ સર્ટીફીકેટ મામલે 74 બિલ્ડીંગ ધારકોને નોટિસ ફટકારી છે જ્યારે બે એકમ સીલ કરવામાં આવ્યા છે.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારેે વહીવટી તંત્ર, પાલિકા તંત્રને ફાયર એનઓસી, બીયુપી સહિતના દસ્તાવેજોની ખરાઇ કરવા આદેશ આપ્યા બાદ વેપારીઓ, શાળા સંચાલકો , કોમર્શિયલ કોમ્પલેક્સના સંચાલકોને રેલો આવ્યો છે.
ધોરાજી પાલિકાના પ્રદિપ ભાઈએ જણાવ્યું હતું કે પાલિકા તંત્ર દ્વારા ધોરાજી શહેરી વિસ્તારમાં 16 હાઇરાઇઝ બિલ્ડીંગ, પાંચ હોસ્પિટલ, 23 શૈક્ષણિક સંસ્થાઓ અને 30 જેટલી વિવિઘ જ્ઞાતિની વાડી/ સમાજની ઇમારત મળીને કુલ 74 જેટલા એકમોને નોટિસ પાઠવી તાત્કાલિક ધોરણે બીયુ સર્ટિફિકેટ અને ફાયર સેફટીના સાધનોની ઉપલબ્ધિ કરાવી લેવા તાકીદ કરવામાં આવી છે.
જેતપુર રોડ ખાતે આવેલ શાહજી હોલ અને હિરપરાવાળી વિસ્તારમાં આવેલ રાજકુમાર સ્કૂલ આ બંને એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે. સાથોસાથ જેમની પાસે સરકારના નિયમ મુજબના દસ્તાવેજો ન હોય તેમને તાબડતોબ મેળવી લેવા આદેશ કરાયો છે.

