Gujarat

લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા નો કવાંટ ખાતે સત્કાર સમારંભ તેમજ આભાર દર્શન કાર્યક્રમ યોજાયો

છોટાઉદેપુર લોકસભાના નવ નિયુક્ત સાંસદ જશુભાઈ રાઠવા નો સત્કાર સમારંભ તેમજ આભાર દર્શન કાર્યક્રમ છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના કવાટ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા,જિલ્લા  ભાજપના નેતા વિજય રાઠવા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ સહિતના ભારતીય જનતા પાર્ટીના હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ જશુભાઈ રાઠવાનું કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ સન્માન કર્યું હતું.