Gujarat

અબડાસાના પિંગલેશ્વર દરિયા કાંઠેથી પોલીસ અને મરીન કમાન્ડોને ચરસના વધુ 8 પેકેટ મળી આવ્યા, વર્ષમાં કુલ 180 પેકેટ મળ્યા

અરબ સાગરના તટે આવેલા કચ્છ જિલ્લાની સાગર તટે માદક પદાર્થના પેકેટ મળવાનો સિલસિલો આજ બુધવાર સુધી યથાવત રહેવા પામ્યો છે. ગત 8 જૂનથી કોટેશ્વર થી નારાયણ સરોવર સુધીના દરિયાઇ વિસ્તારમાંથી મળી રહેલા બિનવારસી ચરસના પેકેટનો આંક આ વર્ષે 170ને પાર કરી ગયો છે. લગાતાર મળી રહેલા નશીલા પેકેટના પગલે સલામતી દળો અને સુરક્ષા એજન્સીઓએ સઘન પેટ્રોલીંગની પ્રક્રિયા વધારી દીધી છે.

આ અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ ગત 8 જૂનથી દરિયાઈ વિસ્તારમાં બિનવારસુ ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો શરૂ થયો છે. કાલ સુધીમાં ચરસના 172 પેકેટ મળી આવ્યા છે. ગઈકાલ મંગળવારે બીએસએફ જવાનોને શેખરણપીર ટાપુ વિસ્તારમાંથી ચરસના 21 પેકેટ મળી આવ્યા હતા.

તો આજે અબડાસા તાલુકાના પિંગલેશ્વર અને નાયરો નદી વચ્ચેના સમુદ્રી વિસ્તારમાંથી આજે સવારે 6.50ના અરસામાં વધુ 8 પેકેટ ચરસના મળી આવ્યા છે. બિનવારસી હાલતમાં મળી રહેલા પેકેટને નજીકના પોલીસ મથકના હવાલે વધુ તપાસ અર્થે સોંપમવામાં આવે છે.

આજે પેટ્રોલીંગ દરમિયાન 8 પેકેટ ચરસના મળી આવ્યા હતા. મરીન કમાન્ડો IGP અમીત વિશ્વકર્મા, SP સુસરા તથા DYSP આર.એમ.ચૌધરીના આદેશ અનુસાર PSI બીઆર કોલી અને એમની મરીન કમાન્ડોની ટીમ દિપક ભડાણીયા, સંજય યુ.પરમાર, ભાવેશ ભાઈ જોટવા, મહાવીરસિંહ જેઠવા, સાગર મહીડા, જુવાનસિંહ ગોહિલ ક્રુષ્ણદેવ સિંહ સરવૈયા, ડ્રાઈવર દેવેન્દ્ર સિંહ ડોડીયા તથા AIO બીબી સંઘાર સાથે કોસ્ટલ પેટ્રોલિંગમાં હતાં ત્યારે શંકાસ્પદ હાલતમાં માદક પદાર્થનો એક કોથળો મળી આવેલ જેને ખોલતા તેમાંથી ચરસનાં પેકેટ નંગ 8 મળી આવેલા. આ પેક્ટને જખૌ પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવશે.