‘એનિમલ’ ફિલ્મથી ચર્ચામાં આવ્યા બાદ રણબીર કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘રામાયણ’ને કારણે ચર્ચામાં છે. ત્યારે રામાનંદ સાગરની રામાયણમાં લક્ષ્મણનો રોલ કરનાર એક્ટર સુનીલ લાહરીએ આ અંગે પોતાનું રિએક્શન આપ્યું છે.
સુનીલે રણબીરના રામ બનવા પર કહ્યું છે કે, ‘દર્શકોને રામના રોલમાં રણબીર પસંદ નહીં જ આવે.’ આ પાછળનું કારણ જણાવતાં કહ્યું કે, ‘તેમણે ફિલ્મ ‘એનિમલ’માં જે પ્રકારનો રોલ નિભાવ્યો છે. જેનાથી તેમની ઇમેજ પર અસર પડી છે. આ કારણે રામના રોલમાં લોકો તેમને પસંદ નહીં કરે.’

હાલમાં ‘રામાયણ’ના સેટ પરથી રણબીરની કેટલીક તસવીરો પણ વાઇરલ થઇ હતી. એક રિપોર્ટ અનુસાર, સુનીલે કહ્યું કે મેં તેનો લુક જોયો છે, તે આ લુકમાં ખૂબ જ સારો લાગે છે. કારણ કે તે ખૂબ જ સ્માર્ટ છે, તે દરેક લુકમાં સારો લાગશે. પરંતુ કદાચ પ્રેક્ષકો તેને અગાઉની ફિલ્મમાં તેમની છબીને કારણે રામના રોલમાં નહીં સ્વીકારે.’

