કાલાવડ તાલુકામાં રવિવારે ભારે વરસાદ પડતા કાલાવડ તાલુકાના મુળીલા અને નપાણીયા ખીજડીયા નેજોડતો પુલ તૂટી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે પુલ તુટતા ની થોડીવાર પહેલા જ પુલ પરથી સ્કુલ બસ પસાર થવાની હતી પરંતુ સદનસિબે સ્કુલ બસ પસાર થાય તે પહેલા જ પુલ તૂટી પડ્યો હતો જેને કારણે મોટો અકસ્માત થતા સહેજમાં અટક્યો હોવાનું જાણવા મળ્યું છે.

