Gujarat

મુન્દ્રના મોખા ટોલ ગેટ નજીક અકસ્માત ગ્રસ્ત વાહન પાછળ ટ્રેલર અથડાતા ચાલકનું મૃત્યુ, ટ્રાફિક અવરોધાયો

મુન્દ્રા ગાંધીધામ ધોરીમાર્ગ ઉપર આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ગાંધીધામ તરફ જતું ટ્રેલર અકસ્માત ગ્રસ્ત કન્ટેનર ટ્રેલર સાથે અથડાઈ પડતા તેના ચાલકનું ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.

બનાવ બાદ વાહન વ્યવહાર પણ બાધિત થયો હતો.ઘટનાના પગલે પ્રાગપર પોલીસ દ્વારા ટ્રાફીક ક્લિયરિંગ સાથે અકસ્માત અંગેની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટના પાછળ ટોલગેટ વિભાગની બેદરકારી બતાવાઈ રહી છે.

કારણ કે અગાઉ થયેલા અકસ્માત સ્થળે દિશા સૂચન આડશો મુકાઈ ના હોવાથી ટ્રેલર માર્ગ વચ્ચે પડેલા અન્ય ટ્રેલર સાથે ટકરાઈ પડ્યું હોવાનું સ્તગનિકેથી જાણવા મળ્યું હતું.

આ અંગે પ્રાગપર પોલીસ મથકનો સંપર્ક સાધતા તેમણે ઘટનાની જાણ થતાં સ્ટાફના કર્મચારીઓ બનાવ સ્થળે તપાસ અર્થે અને ટ્રાફિક નિયંત્રણ માટે ગયા હોવાનું જણાવ્યું હતું. અકસ્માતમાં ટ્રેલર ચાલકનું મૃત્યુ થવા અંગે સમર્થન આપ્યું હતું.