Gujarat

ઉપરથી પ્રોડકશન વધુ હોવાથી માલની સપ્લાય વધુ અને ડિમાન્ડ ઓછી કારણભૂત

ચોમાસાની શરૂઆત થતા લોકો રેનકોટ અને છત્રીની ખરીદી શરૂ કરી દેતા હોય છે. વધતી જતી મોંઘવારી વચ્ચે આ વર્ષ રેનકોટ અને છત્રી ના ભાવમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેમ જામનગરના વેપારીઓએ જણાવ્યું હતું.

જામનગરમાં રેઇનકોટ અને છત્રી કલકત્તા બોમ્બે દિલ્હી વગેરે સ્થળોથી આવે છે ચાલુ વર્ષે માલની સપ્લાય વધુ હોવાથી અને વરસાદ જોઈ તેવો પડ્યો ન હોવાથી ડિમાન્ડ ઓછી છે જેને કારણે રેઇનકોટ અને છત્રીના ભાગમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે.

કેમ છો ભાઈ બજારમાં બાળકોના રેઇનકોટમાં અવનવી વેરાઈટી જોવા મળી રહી છે બાળકોને આકર્ષે તેવા બાર્બી ડોરીમોનના પ્રિન્ટ વાળા રેનકોટ ખુબજ વેચાઈ રહ્યા છે જોકે છેલ્લા ઘણા સમયથી બજારમાં છત્રીની સરખામણીએ રેનકોટ ની માંગ વધુ જોવા મળે છે જે પાછળનું મુખ્ય કારણ લોકો વાહન ચલાવતી વખતે સરળતા રહે છે તે માટે રેનકોટની માંગ છત્રી કરતા વધુ જોવા મળે છે.

હાલ જામનગરમાં વરસાદ જોઈ તે પડ્યો ન હોવાથી ઘરાકી ઓછી છે આગામી દિવસોમાં વરસાદ પડતા જ ધરાકી નીકળે તેવી વેપારીઓમાં આશા છે તેમ જામનગરના વેપારીઓએ જણાવ્યું હતું.