ધ્રોલમાં પ્રથમ વરસાદ થતાં નગર પાલિકાની પ્રીમોન્સુન કામગીરીની પોલ ખુલી હતી. જેમાં જોડીયા રોડ પર એક તબકકે ગોઠણડૂબ પાણી ભરાયા હતાં. લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અમુક દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા. જાણે તળાવ ભરાયું હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. ચોમાસાના પ્રારંભે જ આ હાલત છે તો વધુ વરસાદમાં શું હાલત થશે ? એ ચિંતા લોકોને સતાવી રહી છે. તંત્રની બેદરકારી અને ઉદાસીનતા સામે લોકોમાં રોષ ફાટી નિકળ્યો છે.
ઘ્રોલ પંથકમાં કેટલાક સમયથી વરસાદની ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે શહેરમાં બીજા દિવસે પણ અને 2 કલાક માં જ 58 મીમી. વરસાદ નોંધાયો હતો. ધ્રોલમાં વરસાદ સાથે પાણી ભરાવાની સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે.પાલિકા દ્વારા પ્રીમોન્સુન કામગીરીની પોલ ખુલી હતી. જયારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ધ્રોલ શહેરના જોડીયા રોડ પર જુની કોર્ટ પાસે ભૂગર્ભ ગટર અને પાણીનો નિકાલ બંધ થઈ ગયાનું લોકોએ જણાવ્યું હતું. પાલિકા દ્વારા પ્રીમોન્સુન કામગીરી હેઠળ વરસાદી પાણીનાં નિકાલ વ્યવસ્થિત સાફ ન થતાં પાલિકાની નબળી કામગીરીનો ભોગ લોકો બની રહ્યા હવાનું આક્રોશ વ્યકત થઇ રહયો છે.