Gujarat

ગીર-સોમનાથ જિલ્‍લામાં જાહેર મિલ્કતો પર બેનર્સ હોર્ડીગ્સ લગાડવા પર પ્રતિબંધ

રાજ્યના ચૂંટણી પંચ તરફથી તા. ૨૨/૧૧/૨૦૨૧ નાં રોજ પ્રસિધ્ધ કરાયેલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લામાં તા. ૧૯/૧૨/૨૦૨૧ નાં રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી સંદર્ભે ગીર સોમનાથ જિલ્‍લામાં રાજકીય પક્ષોઉમેદવારો તથા તેના ટેકેદારો દ્વારા પોસ્ટર, બેનર્સહોડિંગ્સ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવનાર છે.  ચૂંટણી પ્રચારમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું પાલન થાય, ચૂંટણી મુકતન્યાયી તથા પારદર્શક રહે અને ચૂંટણી પ્રચાર દરમ્યાન જાહેર મિલ્કતને નુકશાન પહોંચાડીને બગાડ કરતો અટકાવવા માટે ચૂંટણી પ્રચારના બોર્ડ/બેનર્સ વગેરે ના ઉપયોગ નિયંત્રીત કરવા જરૂરી જણાય છે.

        ગીર સોમનાથ અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ શ્રી બી.વી.લીંબાસીયા દ્વારા ધી પ્રીવેન્શન ઓફ ડેમેજીસ ઓફ પબ્લીક પ્રોપર્ટી એકટ-૧૯૮૪ હેઠળ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના હદ વિસ્તારમાં ચૂંટણી ચુંટણીલક્ષી જાહેરાત, પાટીયા, બેનર્સ, કટ આઉટ મુકવા વિગેરે માટે નીચેની બાબતોનો અમલ કરવા હુકમ કરેલ છે.

કોઇપણ જાહેર મિલકત/જાહેર જગ્યા પરદિવાલ પર લખાણ કરવા પોસ્ટર્સ/કાગળો ચોંટાડવા અથવા કોઇપણ રીતે નુકશાન કરવા અથવા લખાણો, જાહેરાતના પાટીયા, ઝંડા વગેરે લગાડવા/પ્રદર્શીત કરવા દેવામાં આવશે નહીં.

આમ છતાં, જો સ્થાનિક કાયદાઓ, ચુકવણી કરીને કે અન્ય રીતે આવા હેતુઓ માટે ખાસ કરીને મુકરર કરવામાં આવેલા જાહેર સ્થળે જાહેર ખબરનાં સુત્રો લખવાની, પોસ્ટર્સ, વગેરે પ્રદર્શિત કરવાની કે લખાણો, પાટિયા,  ઝંડા વગેરે લગાડવાની રજા કે છૂટ આપતા હોય તો, કાયદાની પ્રસ્તુત જોગવાઇઓ પ્રમાણે અને કોર્ટનાં આદેશોને ચુસ્તપણે આધીન રહીને એમ કરવા દેવાની રજા આપવી. એબાબત સુનિશ્ચિત કરવીકેઆવી કોઇ જગ્યા પર કોઇ અમુક પક્ષ (પક્ષો) અથવા ઉમેદવાર (રો) નું વર્ચસ્વ/ઇજારો ન હોય, તમામ પક્ષો અને ઉમેદવારોને આ બાબતમાં સમાન તક આપવી.

વધુમાં, કોઇપણ ચૂંટણી જાહેર કરવામાં આવ્યા પછી, આ હેતુ માટે આપવામાં આવેલી જગ્યાનો વિસ્તાર વધારવો કે ઘટાડવો નહીં. કોઇ રાજકીય પક્ષ/ઉમેદવારતથા કોઇ વ્યકિત દ્વારા ઉકત નિયમોનો ભંગ કરી ચૂંટણી લક્ષી કટ-આઉટ જાહેરાત પાટીયા અથવા બેનર્સ પ્રદર્શિત કરવામાં આવશે તો તે ધી પ્રીવેન્શન ઓફ ડેમેજીસ ઓફ પબ્લીક પ્રોપર્ટી એકટ-૧૯૮૪ની કલમ-૨ મુજબની શિક્ષાને પાત્ર ઠરશે. આ હુકમ તાત્કાલીક અસરથી ગ્રામ પંચાયતોની ચૂંટણીવાળા વિસ્તારમાં ચૂંટણી પ્રક્રીયા પુર્ણ થાય ત્યા સુધી અમલમાં રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *