આજે વિશ્વ ના સૌથી મોટી લોકશાહી અને વિશ્વ ના સૌથી મોટા બંધારણ દિન ની ઉજવણી ના ભાગરૂપે છોટાઉદેપુર નગર ની વચોવચ આવેલ માણેકચોક સ્થિત ભારતીય સંવિધાન નિર્માતા ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ને હારતોરા કરીને ૭૨મા બંધારણ દિન ની ઉજવણી કરવામાં આવી હતી.
છોટાઉદેપુર નગર નાં માણેકચોક સ્થિત ભારતીય સંવિધાન નિર્માતા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમ માં હારતોરા કરીને બાબા સાહેબ અમર રહો, સંવિધાન અમર રહો નાં નારા લગાવ્યા હતા, આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ નરેન જયસ્વાલ, જશુભાઈ રાઠવા , પાલિકા સદસ્ય વેલજીભાઈ રાઠવા તેમજ સામાજિક કાર્યકરો વાલસિંહભાઈ રાઠવા, કનુભાઈ રાઠવા, રિંકુબેન ભાયાભાઈ રાઠવા, લક્ષ્મણભાઈ રાઠવા શૈલેષભાઈ રાઠવા, સંજયભાઈ રાઠવા કનલવા વાળા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


