Gujarat

દીવના વણાકબારા ખાતે ફાયર બોટમાં અચાનક લાગ લાગતાં સ્થાનિકોમાં અફરાતફરી મચી

દીવના વણાકબારા ખાતે ફાયબરની બોટમાં અચાનક લાગી આગતાં આજુબાજુના સ્થાનિક લોકોને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ આગ પર પાણીનો મારો ચલાવી આગને બૂઝાવી હતી. ઘટનાની જાણ ફાયબ્રિગેડને કરાતાં તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગની જાણ દીવ કલેક્ટરને થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતાં.

વણાકબારામાં એક બોટમાં અચાનક આગ લાગતાં અફરા તફરી મચી ગઇ હતી. આગ લાગતા આજુબાજુમાં ઉપસ્થિત લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ પહોંચતા પહેલાં જ માછીમારોએ મશીન દ્વારા દરિયામાંથી પાણી લઇ બોટમાં લાગેલી આગ પર છંટકાવ કરી આગને કાબૂમાં લીધી હતી. જોકે ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી આગ બૂઝાવી હતી. જેથી આસપાસમાં બોટમાલિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આગની ઘટના બનતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા.