Gujarat

પાલનપુરની વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત શાળાઓમાં ‘શાળા પંચાયત’ની ચૂંટણી યોજાઈ, 3 હજારથી વધુ વિદ્યાર્થીઓએ હોદેદાર નક્કી કરવા મતદાન કર્યું

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત શાળાઓમાં શાળા પંચાયત માટે વિદ્યાર્થી પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી અને એલ.આર માટેની ચૂંટણી યોજવામાં આવી હતી. શાળામાં પ્રથમવાર ઇવીએમ વિદ્યાર્થીઓ દ્વારા વોટ આપવામાં આવતા વિદ્યાર્થીમાં ખુશી જોવા મળી હતી. જોકે શાળાના વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ઇવીએમ વોટિંગથી પેપરની બચત થાય છે અને પર્યાવરણની જાળવણી પણ થાય છે. પાલનપુર વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત CBSE સ્કૂલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ અને ગુજરાતી મીડિયમ સ્કૂલમાં શાળા પંચાયતની ચૂંટણીમાં કુલ શાળાના 3000 જેટલા વિદ્યાર્થીઓએ વોટિંગ કર્યું હતું. જેમાં ગુજરાતી મીડીયમ સ્કૂલમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી અને એલ આર માં કુલ 23 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી.

પાલનપુર વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત ગુજરાતી મીડિયમ શાળામાં 23 વિદ્યાર્થી ઉમેદવારોમાંથી પ્રમુખ તરીકે ચૌધરી ધ્વનિત એમ, ઉપપ્રમુખમાં જોષી પૂર્વ સી, મંત્રીમાં પ્રજાપતિ જીજ્ઞાન, સહમંત્રી પરમાર દિવ્યાંગ જે, એલ આર ચૌધરી કેક્ષા એસ નો વિજય થયો હતો.

વિદ્યા મંદિર ટ્રસ્ટ મા ટેક્નિકલ એક્સપટ હિતેન પટેલે જણાવ્યું હતું કે આ શાળામાં એક આઈ ટી સેન્ટર પણ છે જેમાં EVM બનાવેલ છે. આ વર્ષે વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત જેટલી પણ શાળાઓ છે. એમાં આપણે EVMથી વોટિંગ કરાવેલ છે. આ વોટિંગ કરવાથી પેપર બચે છે અને પર્યાવરણની જળવાણી થાય છે. આ EVMથી ત્રણ હજાર જેટલાં વિદ્યાર્થીઓએ વોટિંગ કર્યું છે અને આમાં રિજલ્ટ પણ તરત મળી જાય છે.

આ અંગે આર્યા રાજગોરે જણાવ્યું હતું કે આ વર્ષે અમારી શાળા પંચાયતની ચૂંટણીમાં શાળા માં જાતેજ બનાવેલ EVM નો ઉપયોગ કર્યો હતો જેથી પેપર ની બચત થઈ છે અને EVMના ઉપયોગથી પર્યાવરણની જાળવણી થાય છે.