ગઢડા તાલુકાના મેઘવડીયા ગામે સરકારી જમીનમાં કેટલાક લોકોએ મકાનો તેમજ વાડાઓ બનાવી સરકારની લાખો રૂપિયાની જમીન પર દબાણો કરેલા છે. જે મામલે ગ્રામજનો દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરાઈ હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવતા મેઘવડીયા ગામના ગ્રામજનો પોતાના પરિવારો સાથે મામલતદાર કચેરીએ ઉપવાસ પર બેઠા છે. તેમજ જ્યાં સુધી તંત્ર દ્વારા દબાણો હટાવવામાં નહિ આવે ત્યાં સુધી ઉપવાસ પર બેસવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મેઘવડીયા ગામે ગામના કેટલાક લોકો દ્વારા લાખો રૂપિયાની સરકારી જમીન પર મકાનો, વાડાઓ બનાવી દબાણ કરેલા છે. જેથી ગ્રામજનો દ્વારા કલેક્ટર સહિત અધિકારીઓને દબાણ હટાવવાના મામલે રજૂઆતો કરી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવતી નથી. જેથી મેઘવડીયાના ગ્રામજનો આખરે કંટાળીને પોતાના પરિવારો સાથે ગઢડા મામલતદાર કચેરી ખાતે ઉપવાસ પર બેસી ગયા છે. જ્યાં સુધી તંત્ર દ્વારા ગામમાં દબાણો હટાવવામાં નહિ આવે ત્યાં સુધી ઉપવાસ પર બેસવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે. તેમ મેઘવડીયા ગામના ગ્રામજનોએ જણાવ્યું હતું . જ્યારે ગઢડા મામલતદારે આ મામલે તપાસ કરવા માટેના તેમની ટીમને સૂચનો આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.