સબ જેલ છોટાઉદેપુર ખાતે જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા તેમજ સબ જેલ છોટાઉદેપુર નાં ના સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ તથા એમઓ ડીટીસી ડો કુલદીપ શર્મા, જિલ્લા પ્રોગ્રામ કો ઓર્ડીનેટર કુલદીપસિંહ ગોહિલ ,ડીટીસી ટીબી લેબોરેટરી સુપરવાઈઝર પરેશભાઈ વૈધ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનાં મેડિકલ ઓફિસર સહિતની ટીમ તથા જેલ સુપ્રિટેન્ડેન્ટ ડી કે પરમારની ઉપસ્થિતિમાં કેદી લાભાર્થીઓનું સ્ક્રીનીંગ કરીને જરુરી ટેસ્ટ કરી જરુરી સારવાર આપવામાં આવી હતી.
કમિશનર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મળેલ સૂચના અનુસાર વિવિધ કસ્ટડીઓમાં રહેનાર લોકો જેવા કે જેલ, મહિલા ગૃહો , વ્યસન મુક્તિ કેન્દ્રો,બાળ સંરક્ષણ ગૃહોમાં એક ખાસ ઝૂંબેશ નાં ભાગરૂપે જેના ભાગરૂપે આજરોજ તારીખ. 12/07/2024 નાં રોજ સબ જેલ છોટાઉદેપુર ખાતે સદર કેમ્પ યોજી ટીબી,એચઆઈવી,એસટીઆઈ, હિપેટાઇટિસ બી’એચસીવી જેવાં રોગો માટે ની તપાસ તથા જરૂરી સારવાર માટે ના કેમ્પ માં જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ નાં માર્ગદર્શન હેઠળ તબીબી અઘિકારીઓ ડો.કુલદીપ શર્મા, ડો કલયાણ પાડે ,ડો. હીરલ રાઠવા અરબન હેલથ સેનટર , તેમજ આઇસીટીસી કાઉન્સિલર સંજયભાઈ રાઠવા, અનીલભાઈ સુતરીયા, ટીબી લેબોરેટરી સુપરવાઈઝર પરેશભાઈ વૈધ, લેબોરેટરી ટેકનિશયન રાહુલ ઠક્કર, મહેશભાઈ રાઠવા,, જયેશભાઇ મકવાણા તેમજ અર્બન હેલ્થ સેન્ટર નાં એસઆઈ રાજુભાઇ રાઠવા,પીનલ બેન રાઠવા, કૈલાસ બેન રાઠવા, જાગૃતીબેન રાઠવા સીચેઓ જીનલ,સીચેઓ ત્રીસંઘયા પરમાર , સીયઓ અમીતા રાઠવા સહિતની સમગ્ર ટીમ ઉપસ્થિત રહીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

