Gujarat

શહેરમાં પાણી ભરાતાં પાલિકાના કર્મીઓ ગટરો સાફ કરવા દોડ્યાં

નડિયાદ શહેરમાં વરસાદ વરસતા જ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં શહેરના પશ્ચિમ વિસ્તાર , નાના કુંભનાથ રોડ, કોલેજ રોડ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે પાણી ભરાવાની સાથે જ પાલિકા તંત્ર દ્વારા પાણીના નિકાલ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નડિયાદ શહેરમાં સોમવારે બપોરે વરસાદ વરસ્યો હતો. જેમાં નડિયાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે શહેરમાં નીચાણ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યાના કારણે પાલિકા તંત્ર સફાળુ જાગી ઉઠ્યું હતું.

જેમાં શહેરમાં વરસાદ પડતા જ શહેરના પશ્ચિમ વિસ્તાર , નાના કુંભનાથ રોડ, કોલેજ રોડ જેવા નીચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા.ત્યારે વરસાદી પાણીનો નિકાલ કરવા માટે પાલિકાની ટીમ કામે લાગી હતી. જેમાં પાલિકા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી જવાના કાંસ પર કચરો હટાવામાં આવ્યો હતો. ત્યારે ગટરના ઢાંકણા માં કચરો ભરાઈ જતા પાણી નિકાળવા માટે લાકડીના ગોદા મારી નીકાલ કરવામાં આવ્યો હતો. જેમાં શહેરમાં ઠેર ઠેર પાલિકાની ટીમ દ્વારા ટ્રેક્ટર માં બેસી શહેરના જુદા જુદા વિસ્તારમાં પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી.