Gujarat

ઉના શહેરમાં થોડી વાર પડેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ ગલીઓ માંથી પાણી વહેતા થયા…ધારાસભ્ય કે સી રાઠોડ સ્થળ પર પહોંચી ન.પાલિકા કર્મીને સાથે રાખી રસ્તા પર કીચડ તથા પાણીનો નિકાલ કરાવ્યું..

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઉના પંથકમાં ભારે ઉકળાટ યથાવત રહ્યો હોય અને ગત રાત્રીના સમયે બે કલાક ધીમીધારે વરસાદ વરસ્યો હતો. અને આજે વહેલી સવારથી વરસાદી વાતાવરણનું મંડાણ થયા ઉના શહેરમાં થોડી વાર પડેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ ગલીઓ માંથી પાણી વહેતા થઈ ગયા હતા. અને રસ્તા પર કીચડ ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું હતુ. શહેરમાં વરસાદના પાણીનો ભરાવો અને કીચડ ગંદકી થતા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.
અને નગર પાલિકાના સફાઇ કર્મચારીઓને ઘટના સ્થળે બોલાવી સાથે રાખી તાત્કાલિક અસરથી વરસાદી પાણીનો નિકાલ કરાવ્યો હતો.
જેમાં ઉના શહેરની મધ્યમાં આવેલ પાંજરાપોળ શોપિંગ સેન્ટરમાં અંદરના ભાગે આવેલ રેશનીંગની દુકાન અને અલગ અલગ ધંધાર્થી ઓ સાથે સંકળાયેલ વેપારી ભાઈઓને ચોમાસા દરમિયાન પડતી હાલાકી કીચડ અને જર્જરીત બિલ્ડીંગની ધારાસભ્યએ મુલાકાત લીધી ત્યારે આ ઉપરાંત પોલીસ લાઇન, ટાવર ચોક તથા ગોંદરા ચોક વિસ્તારમાં વરસાદનું પાણી ભરાતા   સ્થળ પર જઈ ન. પાલિકાનાં સ્ટાફને સાથે રાખી આજુબાજુના તમામ રસ્તા ગટર, ઉપરથી ગંદકી દૂર કરાવવામાં આવી હતી.
જોકે બપોર પછી તડકો અને છાયડા જેવુ વાતાવરણ જોવા મળ્યું છે. અને હાલ ગરમીનો ઉકળાટ યથાવત રહ્યો હતો.