Gujarat

સિંધી સમાજ ધર્મગુરુ શહેરવારા સાંઈના સાનિધ્યમાં સમાજ સંકલ્પ લઇ જપ-તપ સાથે સાધનામાં જોડાયો

જામનગર શહેરમાં ગઈકાલે સાંજે સિંધી સમાજ દ્વારા ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ ચાલીહા મહોત્સવને લઈ અનેરો ઉમંગ ઉત્સાહ સાથે ઘર ઘર પરિવારો માં સવાર થી સંકલ્પ સાથે કઠોર નિયમ પાળી પૂજા અર્ચના માં જોડાયો હતો. શમી સાંજે પરમ પુજનીય સંત સાંઈ શહેરાવાળા જી ના સાનિધ્ય માં ચાલીહા સાહેબ વ્રત પ્રારંભ કાર્યક્રમનું જામનગર સિંધી સમાજ ન નેજા હેઠળ એસ.એસ.ડબલ્યુ સાંઈ પરીવાર અને સંત કંવરરામ મંડળ દ્વારા આયોજન કરાયું હતું.

કાર્યક્રમ ની કલાકોમાં ભારે વરસાદી માહોલ વચ્ચે અડગ મન સાથે મોટી સંખ્યા માં સમાજ ના યુવા ભાઈઓ બહેનો વડીલો કાર્યક્રમ માં જોડાયા હતા. ચો મેર જય ઝુલેલાલ-જય ઝુલેલાલના નારાઓ સાથે વાતાવરણ ખીલી ઉઠ્યું હતું સૌ નાચી ઝુમી ઉઠ્યા અને શહેરાવાળા સાંઈ જીનું ફૂલોની વર્ષા સાથે શાહી અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતે પૂજનીય શહેરાવાળા સાંઈજી દ્વારા પરંપરાગત ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ જીનાં સ્તુતિ આરાધના સાથે વિધિવત ઇષ્ટદેવનું સ્વરૂપ ભેરાણા સાહેબ પૂજન અર્ચન કરી સત્સંગ – પ્રવચનનું કાર્યક્રમ શ્રી ગણેશ કરાયું હતું. જેમાં ચાલીહા સાહેબ ની મહાનતા તેમજ મહિમા પ્રવચન તેમજ વ્રત નિમિતે ને મટકી પ્રસાદ આપી હતી સમગ્ર સમાગમ માં સમસ્ત સિંધી સમાજ ઇષ્ટદેવની ભક્તિમાં લિન થઈ ભાવવીભોર બન્યું હતું.

સાંઈજીના સત્સંગ ભજનથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા.જામનગર સિંધી સમાજના વિખ્યાત કલાકાર સિંગર વિનુભાઈ જાંગિયાણી અને તેની સમગ્ર ટીમ દ્વારા ભાત ભાતના સંગીતથી સૌને રીઝવ્યા હતા જેમાં સિંધી તાલ ઝમટ પર સારો સિંધી સમાજ જૂમી ઉઠયો સમગ્ર ભક્તિમય જશ્ન સાથે સમસ્ત સિંધી સમાજ દ્વારા જપ તપ સાધના સનો સંકલ્પ લઇ 40 દિન ના વ્રત ના અનુષ્ઠાન માં બંધાયો હતો.