પોરબંદર ખારવા સમાજ દ્રારા આજે પરંપરાગત રીતે નવાના રોજ એટલે કે દરિયાઇ નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આજથી દરિયાઇ નવુx વર્ષ શરૂ થતુx હોવાથી ખારવા સમાજના પ્રમુખ સહિતના આગેવાનોએ દરિયા દેવની પૂજા કરી અને ખાંડ, દૂધ અને પુષ્પ અર્પણ કરી અને આવનારૂ વર્ષ માછીમારી માટે લાભદાય નિવડે અને સાગરપુત્રોની રક્ષા કરે તેવી પ્રાર્થના કરી હતી.

પોરબંદર ખારવા સમાજ દ્રારા નવાના રોજ (દરfયાઈ નૂતન વર્ષ)ની પરંપરાગત રીતે ખારવા સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટ પવનભાઈ જીવાભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ ભીખુભાઈ જુંગી, સમાજના પંચપટેલ-ટ્રસ્ટીઓ, માજીવાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, પોરબંદર માછીમાર બોટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તથા કમિટી મેમ્બરો, પોરબંદર માછીમાર પિલાણા એસોસીશનના પ્રમુખ ભાસ્કરભાઈ પાંજરી તથા કમિટી મેમ્બરો તેમજ જ્ઞાતિ અગ્રણીઓ ખારવા પંચાયત મઢી ખાતેથી ઢોલ શરણાઇ લઇ અને નિકળ્યા હતા અને અસ્માવતી ઘાટ ખાતેના દરિયા કિનારે પહોંચ્યા હતા

જ્યાં દરિયાદેવને ખાંડ, દૂધ અર્પણ કરી પૂજા કરી હતી. આવનારુ દરિયાઈ નવું વર્ષ સુખ, સમસ્ત ખારવા સમાજ માટે સુખ સમૃદ્ધી, સ્વસ્થ જીવન, અર્પે, એવી પ્રાર્થના દરિયાદેવને કરી નમસ્કાર કરવામાં આવ્યા હતા. આજના દિવસે ખારવા સમાજની પરંપરા પ્રમાણે નવા મુકાદમ (કોટવાલ)ની પણ વરણી કરવામાં આવે છે.


