Gujarat

જિલ્લાકક્ષાના કામમાં ફેરફારની સતા ડીડીઓ અને પ્રમુખને આપવા ઠરાવ

જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ભૂમિ બાંધકામ પેઢીને બ્લેકલીસ્ટને બદલે વધુ એક તક આપવાનો ઠરાવ કરાયો હતો. જિલ્લાકક્ષાના કામમાં ફેરફારની સતા ડીડીઓ અને પ્રમુખને આપવા ઠરાવ કરાયો હતો.

જામનગર જિલ્લા પંચાયતની સામાનય સભા ગુરૂવારે પ્રમુખ મયબેનના અધ્યક્ષસ્થાને મળી હતી. સભામાં જિલ્લા પંચાયતના કામ કરતી એજન્સી ભૂમિ કન્સ્ટ્રક્શન પાર્ટીને બ્લેક લિસ્ટ કરી તેનો કોન્ટ્રાક્ટ ટર્મીનેટ કરવાનો ઠરાવ કરાયો હતો. તદઉપરાંત સિંચાઈ વિભાગના સ્વભંડોળ કામની રીવાઈઝ્ડ મંજુરી, સ્ટેમ્પ ડ્યુટીની 2022-23ની બચત રકમ, સૈદ્ધાંતિક મંજુરી કરેલા કામો માટે ખર્ચ કરવા તથા બચત તમામ રકમ 2024-25ના બજેટમાં વધારો કરવા અને જોગવાઈ મુજબ ખર્ચ કરવાના ઠરાવ મંજુર કરાયા હતાં.

જયારે રેતી રોયલ્ટીના કામોમાં 22-23ની બચત રકમ તથા 23-24માં મળેલી ગ્રાન્ટની રકમમાંથી કામોના આયોજન મંજુર કરવા, ચાલુ વર્ષના બજેટમાં જોગવાઈનો વધારો કરવા તથા જોગવાઈ મુજબ ખર્ચ કરવાની મંજુરીનો ઠરાવ કરાયો હતો. 15 મા નાણાં પંચના જિલ્લા કક્ષાના કામો માટે કામમાં ફેરફાર કરવાની સત્તા જિલ્લા વિકાસ અધિકારી તથા પ્રમુખને આપવાનો ઠરાવ પણ થયો હતો.