Gujarat

શહેરમાં એક ઇંચ વરસાદ પડતા ખોડિયાર નગરના નાળામાં વરસાદી પાણી ફરી વળ્યું

હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદનું આગમન થયું છે. ત્યારે ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. બે દિવસથી અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે શહેરમાં આજે સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ત્યારે શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ખોડિયાર નગરના નાળા નીચે વરસાદી પાણી ફરી વળ્યું હતું. પાણી હોવા છતાં વાહનચાલકો પોતાની રસ્તો પસાર કરતા નજરે પડ્યા હતા. વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેથી લોકોને ગરમીથી રાહત મળી છે.

ગોંડલમાં આજે સાંજે એક ઇંચ વરસાદ ખાબકતા શહેરના રાજમાર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. કાળા ડીબાંગ વાદળોની વચ્ચે વરસાદ પડ્યો હતો. ગોંડલ યાર્ડ નજીક હાઇવે પર ધોધમાર વરસાદ વરસ્યો હતો. તાલુકાના શ્રીનાથગઢ, મોવિયા, રૂપાવટી, જામવાડી, કંટોલિયા, ઘોઘાવદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.