માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ગુરુપૂર્ણિમા ના પાવન અવસરે સંતો ના આશીર્વાદ સાથે ગુરુ વંદના કરવામા આવી માંગરોળના અપ્સરા મંદિરે, માત્રી મંદિરે અને સ્વામિનારાયણ મંદિરના પુજ્ય સંતોના ચરણોમાં મસ્તક નમાવી તેમને ફુલહાર શાલ ઓઢાળી આશીર્વાદ લઈ ગુરુવંદના કરવા મા આવી હતી.
અજ્ઞાનરુપી અંધકારમાં થી પ્રકાશ તરફ લઈ જાય એવા પરમ પુજ્ય સંતો મહંતો ગુરુઓના પુજન અર્ચન કરવાનો પવિત્ર પર્વ ગુરુપુર્ણિમા નિમીતે સંતો દ્વારા તમામ કાર્યકર્તાઓને પૌરાણિક પરંપરાઓને જાડવી રાખવા તેમજ વધુમાં વધુ ધર્મ જાગરણ ના કાર્ય કરવા આર્શીવચન આપવામા આવ્યા હતા
આ અવસરે વિશ્વ હિન્દુ પરિષદના વિભાગીય આગેવાન વિનુભાઈ મેસવાણીયા.વિશ્વ હિન્દુપરિષદ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, પંકજભાઈ રાજપરા, જાયંટ્સ ગ્રુપ ડાયરેક્ટર ગુણવંતબાપુ સુખાનંદી,સચીન પાલા, કમલેશજી ગોહેલ સહીત વિહિપ બજરંગ દળના આગેવાનો કાર્યકરો જોડાયા હતા…

