Gujarat

વડોદરાની નારાયણ વિદ્યાલયમાં યોજાયો૨ દિવસીય કેરિયર ફેર એન્ડ એક્સપો ૨૦૨૧-૨૨

વડોદરા
વિદ્યાર્થીઓ ને જયારે પૂરું માર્ગદર્શન આપવા આવે તો તે પોતાના નક્કી કરેલા ધ્યેય સુધી પોચવામાં સફળ રેહતા હોય છે એજ હેતુ થી વડોદરમાં આવેલી નારાયણ વિદ્યાલય દ્વારા ૨૭ અને ૨૮ નવેમ્બર ના રોજ બે દિવસીય કેરિયર ફેર એન્ડ એક્સપો ૨૦૨૧-૨૨નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્સપોમા જિલ્લાની નાની-મોટી ૨૦ યુનિવર્સિટી અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓએ ભાગ લીધો છે. કેરિયર એકસ્પોને શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિજય શાહ, ડેપ્યુટી મેયર નંદાબેન જાેષી અને સ્થાયી સમિતીના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલે ખૂલ્લો મુક્યો હતો. આ એક્સપોમા જિલ્લાની નાની-મોટી ૨૦ યુનિવર્સિટી અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓએ ભાગ લીધો છે. ભાગ લેનાર સંસ્થાઓએ ઉપસ્થિત વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને કેરિયર અંગે માર્ગદર્શન આપ્યું હતું. ભાવનગર શહેરના કારેલીબાગ માં આવેલ નારાયણ વિદ્યાલય આયોજિત કેરિયર એક્સપો ફેરમાં વડોદરા શહેર જિલ્લાની ૨૦ જેટલી નામાંકિત યુનિવર્સિટી, કોલેજાે અને વોકેશનલ ઇન્સ્ટિટ્યૂટોએ ભાગ લીધો છે. જેમાં એક્સપર્ટ ટોક શો અને લાઈવ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જેનાથી કેરિયર ફેરમાં ભાગ લેનારા અને શાળાના તમામ વિદ્યાર્થીઓને કેરિયર સંબંધી તમામ માર્ગદર્શન મળી શકશે. દરેક સંસ્થા દ્વારા તેમની સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા કારકિર્દીલક્ષી અભ્યાસક્રમ વિશેની માહિતી આપી હતી. આથી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને જરૂરી માહિત મળી શકે. એક્સપોમાં કોમ્પિટીવ પરીક્ષાના માર્ગદર્શન આપતી સંસ્થાઓ, વિદેશ ભણવા જવા માટે માર્ગદર્શન આપતી સંસ્થાઓએ પણ ભાગ લીધો હતો.
આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, ડે.મેયર નંદાબેન જાેશી અને સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે એક્સપો દ્વારા વિદ્યાર્થીઓને થતા લાભો અંગે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં સ્કૂલના પ્રમુખ કેતનભાઇ પટેલ, સેક્રેટરી કમલભાઇ ભટ્ટ અને ફેકલ્ટી મયુર ભુસાવલકરે વિદ્યાર્થીઓને એક્સપોનો લાભ લેવા માટે અપીલ કરી હતી

Narayan-Vidyalaya.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *