સુરત
સુરત માં એકાએક બનાવો નો સિલસિલો ચાલુજ છે તેવામાં નવાગામ ડીંડોલીના આરડી નગરમાં મધરાત્રે અસામાજિકતત્વોએ આંતક મચાવ્યો હતો. અસામાજિકતત્વો દ્વારા અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને બાદમાં સ્ટ્રીટ લાઈટના બલ્બ પણ ફોડી નાખ્યા હતા. તોડફોડના અવાજ બાદ ઘર બહાર જાેવા માટે ડોક્યુ કરનાર શ્રમજીવીને તલવારના ઘા મારી પોલીસ કો ફોન કીયા તો ઉડા દેંગે એવી ધમકી આપતા ભયનો માહોલ ઉભો થયો હતો. આખી રાત પોતાના જ ઘરમાં બીક માં આખી રાત કાઢ્યા બાદલોકોએ વહેલી સવારે ઇજાગ્રસ્તને બે શેરી છોડીને આવેલા સંબંધીના ઘરે લઈ જઈ ૧૦૮ને બોલાવી સારવાર માટે સિવિલ લઈ આવવાની ફરજ પડી હતી.
પીડિત શ્રમજીવીને પુચ્વમાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે બે જ મહિના થયા છે અહિયાં રેહવા આવ્યા ને અને એટલા દિવસો માં મોત આંખ સામે જાેયું. ૩૦થી વધુ અસામાજિકતત્વો હતા. બસ શેરીમાં ઘૂસીને વાહનોની તોડફોડ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ તમામ સ્ટ્રીટ લાઈટના બલ્બ તોડી નાખ્યા હતા. અવાજ આવતા જાેવા બહાર આવતા હુમલાખોરોએ પીઠમાં તલવારનો ઘા માર્યો હતો. પત્નીએ હુમલાખોરના વાળ પકડીને ખેંચી લેતા જીવ બચી ગયો હતો.
વધુમાં જણાવ્યું હતું કે જેમ તેમ જીવ બચાવી ઘરમાં ઘૂસી જતા હુમલાખોરોએ ધમકી આપી હતી કે પોલીસને ફોન કર્યો તો ઉડાવી દઈશું. હું મારી પત્ની અને ૨ વર્ષનું બાળક ઠંડીથી નહીં પણ દરવાજે ઉભા હુમલાખોરોથી થર-થર ધ્રુજી રહ્યા હતા. ડરના માર્યા સ્થાનિકો આખી રાત પોતાના જ ઘરમાં ઘૂસી રહ્યા હતાં. સવાર પડતા જ ઇજાગ્રસ્તને બે શેરી છોડી સંબંધીને ત્યાં લઈ ગયા બાદ ૧૦૮ની મદદથી સારવાર માટે સિવિલ લઇ આવવાની ફરજ પડી હતી.
પીડિતની પત્નીએ કહ્યું બે જ મહિના થયા છે ત્યાં રહેવા ગયાને મારું બાળક આખી રાત રડતુ રહ્યું. કઈ જ સમજ પડતી ન હતી. કલાકો સુધી પતિને મોત સામે ઝઝૂમતા જાેયો પણ લાચાર હતી. હાલ એની તબિયત સાધારણ છે. ડોક્ટરો તો કહે છે કઈ જ નહીં થાય પણ મન માનવું જાેઈએ ને. રાત્રે અમારી હાલત શું હતી એ અમે જ જાણીએ છીએ. કોઈ અદાવત નહીં છતાં જીવલેણ હુમલો, ભગવાન દર વખતે નહીં બચાવે, અમારે કોઈ ફરિયાદ નથી કરવી.
પીઆઈ એમએલ સાળુંકેએ જણાવ્યું હતું કે, મારા ધ્યાન પર આવી કોઈ ઘટના આવી નથી, તપાસ કરાવી લઉં છું. ઘટનાને લગભગ ૧૦ કલાક થઈ ગયા બાદ પણ પોલીસ અજાણ હોવાનું રટણ માંડી રહી છે. મધરાત્રે આરડીનગરમાં આતંક મચાવનારાઓથી લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. એટલું જ નહીં પણ આતંક મચાવવા પાછળ માત્ર લોકોમાં ડર ઉભો કરવાનું કારણ હોવાની ચર્ચાઓ પણ બહાર આવી રહી છે


