ભરૂચ જિલ્લાના વેડચ નજીકથી પસાર થતી ONGCની ક્રૂડઓઈલની ચાલુ પાઈપ લાઈનમાં પંચર કરી ક્રૂડઓઈલની ચોરી કરવાની કોશીષના ગુનામાં નાસતા ફરતા આરોપીને ભરૂચ LCBએ ઝડપી પાડ્યો હતો.
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ભરૂચ જીલ્લાના તથા જીલ્લા વિસ્તારમાં રહેતા અને પોલીસ પકડથી નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરી,આરોપીઓને ઝડપી પાડવાની સુચના મળી હતી,જે બાબતે LCB ની ટીમના પીએસઆઈ ડી.એ.તુવર અને તેમની ટીમે હ્યુમન ઈન્ટેજન્ટ અને ટેક્નીકલ સર્વલન્સની મદદથી વેડચ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતી ONGC ક્રૂડઓઈલની ચાલુ પાઈપ લાઈનમાં પંચર કરી, ફૂડઓઈલની ચોરી કરવાની કોશીષ કરી હતી.આ ગુનામાં વોન્ટેડ આરોપી સલીમખાન અહેમદખાન ઉર્ફે પ્રવિણ રાઠોડ અંગે પોલીસને માહિતી મળતા તેને આણંદ જિલ્લાના તેના માદરે વતન જાખરીયા ગામેથી પુછપરછ અર્થે લઈ આવી સઘન પુછપરછ દરમ્યાન ગુનાની કબુલાત કરતાં આરોપી સલીમખાન અહેમદખાન ઉર્ફે પ્રવિણ રાઠોડ વેડચ પોલીસ સ્ટેશનના ONGC ફૂડઓઈલ ચોરીની કોશીષના ગુનામાં નાસતો ફરતો હોય તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વેડચ પોલીસને સોંપ્યો છે.ઝડપાયેલો આરોપી એ આણંદ જીલ્લામાં વર્ષ-૨૦૧૭માં સાર્વજનિક મિલકતોને નુકશાન કરવાના ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.
વિરલ ગોહિલ, ભરૂચ