આજ રોજ પ્રાચી તીર્થ ખાતે શૈક્ષણિક મહાસંઘ – ગીર સોમનાથ ની જિલ્લા કારોબારી બેઠક ભાભલુભાઈ વરુ સાહેબ ની અધ્યક્ષતા માં રાખવામાં આવેલ કારોબારી બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના અને પ્રાંતના ઉપાધ્યક્ષ દેવાયત ભાઈ ભોળા ,સૌરાષ્ટ્ર સંભાગ ના સંગઠન મંત્રી જેન્તીભાઇ ગોહિલ ,જિલ્લા અધ્યક્ષ વિનોદભાઇ અને જિલ્લા ટીમ તથા ગીર સોમનાથ જિલ્લા ના તમામ તાલુકા ના અધ્યક્ષ/મંત્રી અને તાલુકાના કારોબારી સદસ્યો અને શિક્ષક મિત્રો ની ઉપસ્થિતિ રહેલ,આ કારોબારી બેઠકની શરૂઆત સુત્રાપાડા તાલુકાના અધ્યક્ષ પ્રતાપભાઈ ચૌહાણ દ્વારા સર્વધર્મ પ્રાર્થનાથી કરાવેલ અને ત્યારબાદ જિલ્લા અધ્યક્ષ વિનોદભાઈ બારડ દ્વારા મહેમાનો નું શાબ્દિક સ્વાગત અને કારોબારી સભા ના એજન્ડાનું વાંચન કરવામાં આવેલ સાથે સાથે રાજ્ય સંઘ દ્વારા Htat મિત્રો ના નિયમો માટે જે અથાક પ્રયત્નો કરેલા તેની વાત જણાવેલ અને આ તકે ભીખાભાઈ અને તેમની ટીમ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો,ત્યારબાદ દેવાયત ભાઈ દ્વારા સદસ્યતા અભિયાન અને સંગઠન ની કાર્ય પદ્ધતિ વિશે વિગતે વાત રજૂ કરવામાં આવેલ ત્યારબાદ ભાભલું ભાઈ દ્વારા સંગઠન નું મહત્વ અને સંગઠન ની કામગીરી વિશે વિગતે વાત કરી અને આવનારા સમયમાં ગીર સોમનાથ જિલ્લા માંથી વધારે માં વધારે સદસ્યો વિચારધારા સાથે જોડાય તે માટે ના પ્રયત્નો ની વાત રજૂ કરેલ ત્યાર બાદ જેન્તીભાઇ ગોહિલ દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ નિમિતે પ્રાસંગિક ઉદ્બોધન આપવામાં આવેલ,ત્યારબાદ જિલ્લામાં *ઉપાધ્યક્ષ* તરીકે સુત્રાપાડા તાલુકા માંથી *રમેશભાઈ ડોડીયાને* જવાબદારી આપવામાં આવી અને કાર્યક્રમ ના અંતે તમામ તાલુકા દ્વારા રજૂ કરેલ પ્રશ્નો ની સમીક્ષા કરવામાં આવી અને આ પ્રશ્નો વહેલી તકે ઉકેલાય એ માટે રાજ્યકક્ષાએ અને જિલ્લા ની કચેરીઓમાં અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવશે એ બાબતની ખાતરી *જિલ્લા અધ્યક્ષ વિનોદભાઈ બારડ* દ્વારા આપવામાં આવેલ કાર્યક્રમ અંતે *પ્રતાપભાઈ ચૌહાણ* દ્વારા તમામ નો આભાર વ્યક્ત કરી કારોબારી પૂર્ણ જાહેર કરવામાં આવી
હાર્દિક કાનાબાર પ્રાચી