બુલેટ ચોરીના આરોપીને શોધતી પોલીસને મળ્યો પ્રેસ લખેલી ગાડીનો ચાલાક મોબાઈલ માં તપાસ કરતા બુલેટ ચોરી અને પિસ્તોલનો ઉકેલી નાખ્યો ભેદ
ચોથી જાગીર રૂપી મીડિયાને સોશ્યલ મીડિયાના જમાનામાં લાગી રહ્યા છે યુટ્યુબરના પાપે લાંછન
જો તમારી ગાડીમાં પ્રેસનું ટાઈટલ હશે તો પોલીસની મજાલ નથી કે તપાશે પણ પોલીસે તપાસી તો બાઈક ચોરી અને પિસ્તોલ ઝડપી પાડી

ભરૂચ જીલ્લામાં બિલાડીની ટોપની માફક પત્રકારોનો રાફડો ફાટ્યો છે અને હવે તો યુટ્યુબરો પણ પ્રેસકાર્ડ ઈશ્યુ કરતા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.જેમાં નંબર પ્લેટ વગરની ફોર વ્હીલર ગાડીમાં પ્રેસ લખાણની નેમ પ્લેટ વાળી ગાડીને પોલીસે તપાસતા સ્ટેયરીંગ પાસેથી પિસ્તોલ મળી આવી અને વધુ તપાસ કરતા બુલેટ ચોરી કરી હોવાની કબૂલાત પણ કાર ચાલકે કરતા પ્રેસના લખાણ વાળી ગાડીઓમાં જ ગોરખ ધંધા થતા હોવાનો ભાંડો પોલીસે ફોડી નાંખ્યો છે.
ભરૂચ એ ડિવિઝન પોલીસ પાંચબત્તી વિસ્તારમાં તપાસમાં હતી અને તે દરમ્યાન બુલેટ ચોરીનો આરોપી ફોર વ્હીલર ગાડીમાં પસાર થવાનો હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને તે દરમ્યાન એક ફોર વ્હીલર ગાડી નંબર વગરની અને ગાડીમાં પ્રેસનું પાટિયું લગાડેલું હોય તે ગાડી રોકી તેના ચાલકનું નામ પૂછતાં જલાલદીન અલીભાઈ સૈયદ રહે.મૂળ કરજણ તાલુકાના માકણ ગામનો અને હાલ ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના અસ્મા પાર્ક સોસાયટીનો હોવાનું તેમજ પોલીસે તપાસ કરતા આજ કાર ચાલકે ભરૂચ રૂરલ પોલીસ મથકની હદમાં બુલેટ ચોરી કરી હોવાનું ફલિત થતા તેનો મોબાઈલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પોલીસે મોબાઈલમાં દેશી બનાવટની પિસ્તોલ જોઈ ચાલક જલાલદીન અલીભાઈ સૈયદની કડક ઊંડાણ પૂર્વક પૂછપરછ કરતા કારમાં સ્ટિયરિંગ નીચે ડેક્સ બોર્ડના ભાગે પિસ્તોલ સંતાડેલી હોવાનું સામે આવ્યું હતું.તપાસ દરમ્યાન ફોર વહીલર નંબર પ્લેટ વગરની હોય અને તેનો નંબર તપાસવામાં આવતા જીજે 05 જેડી 9595 હોવાનું સામે આવતા ત્રણ લાખની ફોર વહીલર ગાડી,30 હજારની એક દેશી બનાવતી પિસ્તોલ મળી ૩,૩૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે જલાલદીન અલીભાઈ સૈયદ દેશી બનાવટની પિસ્તોલ ક્યાંથી લાવ્યો તેવી પૂછપરછ કરતા મધ્યપ્રદેશના રતલામ ના અકબર ઘોસી પાસેથી મેળવેલ હોય અને તેઓ મરણ ગયેલ હોય તેવી કબૂલાત કરી હતી.સાથે ગાડીમાં રહેલા પ્રેસના પાટિયા અંગે ક્યાં પ્રેસમાં છે તે અંગે તપાસ કરતા કોઈ યુટ્યૂબર ચેનલનું પ્રેસ કાર્ડ હોવાનું પણ ફલિત થયું છે.સાથે બુલેટ ચોરી પણ કબૂલાત કરી હોવાના કારણે પોલીસે આરોપીને ટ્રાન્સફર વોરંટ થી તાલુકા પોલીસને સોંપ્યો હતો.
બુલેટ ચોરીમાં પ્રથમ ગુનો દાખલ થયેલ હોય જેથી તાલુકા પોલીસ પાસેથી આરોપી જલાલદીન અલીભાઈ સૈયદનો કબ્જો મેળવી પિસ્તોલ તથા પત્રકારત્વ અંગે તથા પ્રેસ કાર્ડ પણ સાચું છે કે ખોટું તે દિશામાં તપાસ કરવામાં આવનાર હોવાની માહિતી પોલીસ તરફથી મળી રહી છે.
પ્રેસકાર્ડ ધરાવો અને ગાડી ઉપર પ્રેસ લખાવી રોફ ઝાડો?
ભરૂચ જીલ્લામાં પત્રકારોની સંખ્યામાં વધારો થયો છે.આવો જ એક કિસ્સો કે જેમાં પ્રેસકાર્ડ ધરાવનાર નંબર પ્લેટ વગરની ફોર વહીલર ગાડી ઉપર પ્રેસનું પાટિયું મારી પિસ્તોલ સાથે નીકળતા તપાસ દરમ્યાન પોલીસે પ્રેસ લખાણ વાળી ગાડીમાં ગેરકાનૂની પ્રવૃત્તિનો ભાંડો ફોળ્યો છે જેમાં બુલેટ ચોરીનો ભેદ ઉકેલવા સાથે દેશી બનાવટની પિસ્તોલ લાયસન્સ વગર રાખનાર સામે તાલુકા પોલીસ અને એ ડિવિઝન પોલીસ મથકમાં બે અલગ અલગ ગુના દાખલ થઈ ગયા છે.

બાઈક ચોરીના આરોપીને શોધતી પોલીસ યુટ્યૂબર પ્રેસકાર્ડ ધરાવનારને ઝડપી પાડી ઉકેલી નાંખ્યો ભેદ
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બુલેટ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.જે ચોરને ઝડપી પાડવા અંતે તપાસ કરતા બુલેટની નેમ પ્લેટ ઉપર સફેદ કલર લગાવ્યો હતો.જેથી ચોરીની બુલેટનો ભેદ પોલીસથી ન ઉકેલી શકાય પરંતુ પિસ્તોલ સાથે ઝડપાયેલા આરોપી જલાલદીન અલીભાઈ સૈયદ પાસેથી ચોરીની બાઈક,ફોર વ્હીલર ગાડી અને પિસ્તોલ મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
વિરલ ગોહિલ, ભરૂચ

