Gujarat

જાણીતા લડાયક નેતા રાજુલા ના પુર્વ ધારાસભ્ય અંબરીશ ડેર અને ગૌ ભક્ત અર્જુન આંબલીયા ની મુલાકાત

ગૌમાતા ને રાષ્ટ્ર માતા નો દરજ્જો આપી ગૌ હત્યા બંધ થાય તે માટે છેલ્લા ઘણા વર્ષોથી સતત મુહિમ ચલાવી રહેલા ગૌ ભક્ત અર્જુન આંબલીયા અને ગુજરાત ના જાણીતા લડાયક નેતા રાજુલા ના પુર્વ ધારાસભ્ય અંબરીશ ડેર ની રાજુલા ખાતે આવેલ તેમની આવકાર કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત થઈ હતી. અર્જુન આંબલીયા એ જણાવ્યું કે અમારી મુહીમ માં 2022 માં 19 ગૌ ભક્તો ઉપર સરકારે ખોટા કેસ કર્યા તેમાં અંબરીશભાઈ ડેર દ્વારા ગૌ ભક્તો માટે સંતોષ કારક પ્રયાસો કર્યા છે એ બદલ અમારી ટીમ દ્વારા એમનું સન્માન કરી એમનો આભાર માનવામાં આવ્યો.