Gujarat

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધામસીયા ગામે રક્ષાબંધનને લઈ એક પરિવારની અંધ બહેન 50 વર્ષથી વધુ સમયથી ભાઈને રાખડી બાંધે છે.

અંધ બહેનની છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી ભાઈ સેવા અને પાલન પોષણ કરે છે. અંધ બહેનને આટલા વર્ષોમાં સરકાર દ્વારા કોઈ યોજનાઓનો લાભ જ ન મળ્યો આખરે તંત્ર દ્વારા અંધ બહેનનું રેશનકાર્ડમાં નામ ચાલતું હતું તે પણ કાઢી નખાયું
નસવાડી તાલુકાના ધામસીયા ગામે રહેતા કાંતિભાઈ ભીલના પરિવારમાં 4 દીકરીઓ છે. જયારે તેઓની એક બહેન જન્મ જાતથી જ અંધ છે. જયારે પરિવારની દિકરીઓના લગ્ન કરી દેવામાં આવ્યા હતા. અને હવે રક્ષણબધનના પર્વને લઈ દીકરીઓ પિતાને ઘરે આવી હતી. અને કાકાના છોકરીઓને રાખડી બાંધી હતી. જયારે અંધ બહેન ભાઈ સાથે વર્ષોથી રહે છે. અને કાંતિભાઈની પતિની અને કાંતિભાઈ આ અંધ બહેનની તમામ દિન ચરિયામાં મદદ કરે છે.
તેનું પાલન પોષણ કરે છે. અંધ બહેને ભાઈને ભાભીની મદદથી રાખડી બાંધી હતી. જયારે આ અંધ મહિલાનું ભાઈ ના રેશનકાર્ડમાં નામ ચાલતું હતું. પરંતુ તંત્રના અધિકારીઓ અંધ મહિલાની વિગતો અને સાચી હકીકતો તપાસ કર્યા વગર જ બારોબાર જ રેશન કાર્ડમાંથી નામ ગાયબ કરી નાખ્યું છે. જયારે આ અંધ મહિલાને આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ લાભ આપવામાં આવ્યો નથી. રેશન કાર્ડમાં નામ નાખવા માટે તેઓના ભાઈ અંધ બહેન ને લઈ મામલતદાર કચેરીમાં ધરમધક્કા ખાઈ રહ્યા છે. જ્યારે નિસ્તુર તંત્રની આ બેદરકારીથી તંત્ર સામે આકોશ જોવા મળી રહ્યો છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર