બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામનો રોલ કરી રહ્યો છે જ્યારે સાઉથ એક્ટ્રેસ સાઈ પલ્લવી સીતાનો રોલ કરી રહી છે.

હવે એક ઈન્ટરવ્યુ દરમિયાન ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ જણાવ્યું છે કે, ઘણા કલાકારોએ રણબીર સાથે લક્ષ્મણનો રોલ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. તાજેતરમાં, કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટ પર દેખાયા હતા.
વાતચીતમાં તેણે જણાવ્યું કે રામાયણ ફિલ્મમાં લક્ષ્મણને કાસ્ટ કરવા માટે તેને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
મુકેશ છાબરા આ ફિલ્મ માટે એવા એક્ટરની શોધમાં હતા, જેનાથી અનુમાન લગાવી શકાય કે તે ભગવાન રામના પ્રેમમાં છે અને તેમને અનુસરે છે. મુકેશ છાબરાએ વધુમાં જણાવ્યું હતું કે, સૌથી વધુ ઓડિશન અને નામો બહાર આવ્યા તે લક્ષ્મણના હતા. છેલ્લી કાસ્ટિંગ લક્ષ્મણની હતી.

