બોટાદ જિલ્લાના રાણપુર પી.જી.વી.સી.એલ. પેટા વિભાગીય કચેરી ખાતે આસિસ્ટન્ટ લાઈનમેન નિવૃત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો.રાણપુર પી.જી.વી.સી.એલ. કચેરીમાં વર્ષોથી ફરજ બજાવતા પી.બી.સુથાર ફરજ નિવૃત્ત થતા રાણપુર પી.જી.વી.સી.એલ. કચેરી ખાતે નાયબ ઈજનેર શ્રીમતી આર.એ. ચૌધરી ની હાજરીમાં વિદાય સમારોહ યોજાયો.રાણપુર પી.જી.વી.સી.એલ.ના નાયબ ઇજનેર શ્રીમતી આર.એ.ચૌધરીએ નિવૃત્ત થઈ રહેલ કર્મચારી પી.બી.સુથાર ને શ્રીફળ અને સાકર નો પડો આપી તેમજ સાલ ઓઢાડી વિદાય આપવામાં આવી હતી તેમજ રાણપુર પી.જી.વી.સી.એલ.ના કર્મચારીઓ દ્વારા પણ પી.બી.સુથાર નું સન્માન કરી વિદાય આપવામાં આવી હતી આ સમયે રાણપુર પી.જી.વી.સી.એલ.પેટા વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા

તસવીર:વિપુલ લુહાર,રાણપુર

