Gujarat

સાવરકુંડલા તાલુકાના ધજડી ગામે બી.સી.આઈ.વુમન હેલ્થ પ્રોજેકટ હેઠળ કાર્યક્રમ યોજાયો 

આજ રોજ તારીખ ૨૨-૮-૨૪ના રોજ સાવરકુંડલા તાલુકાના ધજડી મુકામે આવેલ શ્રી ધજડી પ્રાથમિક શાળા મુ. ધજડીમાં અંબુજા ફાઉન્ડેશન દ્વારા ચાલતા બી.સી.આઇ વુમન હેલ્થ પ્રોજેક્ટ દ્વારા ધોરણ ૬ થી ૮ ની વિદ્યાર્થીનીઓ સાથે માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન અને પોષણને લઈને કાર્યક્રમ કરવામાં આવ્યો.
જેમાં અંબુજા ફાઉન્ડેશન દ્વારા ચાલતા બી.સી.આઇ વુમન હેલ્થ પ્રોગ્રામ ઓફિસર રેણુકા હેતલબેન દ્વારા વિદ્યાર્થીનીઓને અલગ અલગ પ્રવૃત્તિઓ અને સ્પર્ધા દ્વારા યોગ્ય સમજ અને માર્ગદર્શન આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ હાજર રહી માર્ગદર્શન મેળવેલ અને કાર્યક્રમમાં કરવામાં આવેલ સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનારને પ્રોત્સાહિત ઇનામ આપેલ છે.
આ માહિતી મેળવ્યા બાદ વિદ્યાર્થીનીઓ પોષણક્ષમ આહાર લેશે તેવી પ્રતિજ્ઞા લીધી હતી. વિદ્યાર્થીનીઓને ગમ્મત સાથે જ્ઞાન મેળવેલ, આ ઉપરાંત વિદ્યાર્થીનીઓને સરસ માહિતી પૂરી પાડી તે બદલ શાળાના આચાર્ય શ્રી રવજીભાઇ બગડા તેમજ શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આગળ વધુ આ પ્રકારના કાર્યક્રમ કરી બીજાને જાગૃત કરે તેવી શુભેચ્છા આપવામાં આવી હતી.
બિપીન પાંધી