ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સરખેજ પોલીસ મથકે અમદાવાદના દક્ષિણ બોપલમાં રહેતા એક ફરિયાદીએ ચાર આરોપી સામે IPCની કલમ 419, 465, 467, 468, 471 અને 120B મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ચાર આરોપીઓમાં ત્રણ પુરુષ અનેક મહિલાનો સમાવેશ થાય છે. જેઓ લાંભા, વટવા અને તેલાવના રહેવાસી છે.
આ નાસતા ફરતા આરોપીઓ પૈકી બે આરોપી હિતેશ પટેલ અને પાર્થ પટેલની અટક કરીને ઉપરોક્ત ગુના સંદર્ભે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરીને પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જેની સામે કોર્ટે આરોપીઓના 4 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા.
જમીનની ઓનલાઈન તપાસ કરતા કાંડ સામે આવ્યો
કેસને વિગતે જોતા, અમદાવાદના દક્ષિણ બોપલમાં રહેતા ફરિયાદીની વડીલોપાર્જીત જમીન અમદાવાદના સરખેજ અને ઓકાફમાં આવેલી છે. તેઓ મિલકતના સીધી લીટીના વારસદાર હોવા છતાં ફરિયાદીના દાદી જેઓ વર્ષ 2014માં મૃત્યુ પામ્યા હતા,
તેમના જેવા નામ વાળા કોઈ મહિલાને ઊભા કરીને 16 વીઘા કરતા વધુ જમીનના ખોટા રજીસ્ટર દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતાં. ફરિયાદીએ જમીન સંબંધે ઓનલાઇન તપાસ કરતા આ કાવતરું બહાર આવ્યું હતું.

