Gujarat

પાટણનાં ચતુર્ભુજ બાગ પાસે વરસાદી પાણીનો જમાવડો,કચરાના ઢગ ખડકાયા રોગચાળાની ભિતી

પાટણનાં ચતુર્ભુજ બાગ પાસે વરસાદી પાણીનો જમાવડો,કચરાના ઢગ ખડકાયા રોગચાળાની ભિતી..

ચતુર્ભુજ બાગ ની પાછળ આવેલ કચરા સ્ટેન્ડ ની સફાઈ અને ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો પાલિકા કચેરીને તાળા બંધી કરવાની ચીમકી…

પાટણ શહેરના વોર્ડ નંબર 8 માં આવેલ ચતુર્ભુજ બાગ ના પાછળના ભાગે પાટણ નગરપાલિકા ઘીવટા વોર્ડ નું કચરા સ્ટેન્ડ છે.સદર કચરા સ્ટેન્ડમાં આગળ જવાના રસ્તા ઉપર ત્યાંના સ્થાનિક લારીવાળાએ જાહેર રોડ ઉપર બે ટ્રેક્ટર માટી નખાવી ને રોડ ઊંચો કરી દેવામાં આવતા આ વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થતા આ વિસ્તાર માં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને કચરા ના હિસાબે દુર્ગંધ પેદા થઈ હતી તેમજ અસહ્ય દુર્ગંધ ના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટવાની દહેશત હતી. આ વિસ્તારના સ્થાનિક રહીશો અને વેપારી મિત્રોએ રજૂઆત કરવા છતાં પણ આ ગંદા પાણીનો કોઈ નિકાલ પાટણ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો ન હતો તેમજ જેસીબી દ્વારા ફક્ત જે લારીવાળા જે આગળ માટીનો ખડકલો કર્યો હતો તેને હટાવીને સંતોષ માણી જતા રહ્યા હતા.
ગંદા પાણીનો કોઈ નિકાલ ન કરાતા આ વિસ્તારને વેપારી મિત્રો ખુબજ પરેશાન થયા હતા.પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર, બાંધકામ શાખા ના ઇજનેર, વાહન શાખા ના અધિકારી અને વોર્ડ ઇન્સ્પેક્ટરજે પણ શાખા ની જવાબદારી આવતી હોય તેમને ચતુર્ભુજ બાગ ની પાછળ આવેલ વિસ્તારમાં કચરાનો અને વરસાદી ભરાયેલા ગંદા પાણીનો નિકાલ કરીને સફાઈ કરવા અનુરોધ કરાયો છે.તેમજ સફાઈ કરી ગંદા પાણી નો નિકાલ કરવામાં નહીં આવે તો ચતુર્ભુજ બાગ ની પાછળના સ્થાનિક રહીશો, અમૃતકાકા કોમ્પલેક્ષના વેપારી મિત્રો અને નંદાપરાની ખડકીના આગેવાનઓ અને કોંગ્રેસ પક્ષના કાર્યકર મિત્રો સાથે નગર પાલિકા કચેરી ખાતે ધરણાં કરી નગર પાલિકાની કચેરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

IMG-20240828-WA0045.jpg