હારીજના જુના સિનેમા પ્રજાપતિ વાસમાં વરસાદી પાણી ભરાતા હાલાકી..
પાટણ જિલ્લાના હારીજ કુકરાણા તરફ જતા માર્ગ પર આવેલ જુનાસિનેમા પ્રજાપતિ વાસમાં ઘૂંટનસમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસાની ઋતુમાં દરવર્ષે વરસાદી પાણી ભરવાની નોબત ઉભી થવા પામે છે છતાં પ્રિ મોન્સૂન કામગીરી નહીં થતા સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે સ્થાનિક લોકોને કામ અર્થે અવર જવર કરવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.ત્યારે સત્વરે કાયમી ધોરણે વરસાદી પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ ઉઠવા પામી હતી.
રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ


