Gujarat

રાજકોટ-જેતપુર હાઈવે ઉપર પુલ બંધ કરાતા વાહનચાલકોને હાલાકી

જેતપુર નજીક ભાદર નદી ઉપરનો પુલ ફરી વખત બંધ કરાયો,5 વર્ષમાં પુલનું 4 વખત સમારકામ કરાયું
રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે જેતપુરની ભાદર નદી ઉપરનો એક તરફનો પુલ બંધ કરવામાં આવતા ફરી એકવાર વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. 5 વર્ષ પહેલાં બનેલા પુલનું આ 4 વાર સમારકામ કરતા લોકો પુલની ગુણવત્તા સામે સવાલ કરી રહ્યા છે. 1 વર્ષ અગાઉ પણ ગાબડું પડતા સમારકામ કરવામાં આવ્યું હતું. હાલ એક તરફનો બંધ કરી દેવાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.
ભાદર નદી ઉપરના આ પુલના લોકાર્પણ થયા બાદ 5 વર્ષની અંદર 4 વખત સમારકામ કરવામાં આવી રહ્યું છે જેને અગાઉ પણ 1.5 વર્ષ સુધી પુલ બંધ રહ્યો હતો.એક વર્ષ પહેલાં તત્કાલીન સાંસદ રમેશ ધડુક દ્વારા રીપેરીંગ થતા ખુલ્લો મૂકવામાં આવેલ આ પુલ નેશનલ હાઇવે ઓથોરિટિ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પુલમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની સ્થાનિકો રાવ કરી રહ્યા છે.
એક તરફના પુલને સમારકામ માટે બંધ કરાયો
 
એક તરફના પુલને સમારકામ બંધ કરી દેવામાં આવતા જે જૂના પુલ પર  આવનજાવન માટે ચાલુ હોવાથી હાઇવે ઉપર  કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગે છે. આથી આ પુલનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.
પૂલની આવી હાલતમાં પણ બે ટોલપ્લાઝા પર વાહન ચાલકો પાસેથી મસમોટા ટોલટેકસ વસૂલવામાં આવી રહ્યો છે.જેથી પુલ અને રોડ સંપૂર્ણ બની ન જાય ત્યાં સુધી ટોલ ન વસૂલવા વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.