અમરેલી જિલ્લાના બાબરાના ધરાઈ ગામે બાલમુકુન્દ હવેલી ખાતે આગામી તા.11/09/24 ના રોજ઼ ભવ્ય ઔલોકિક મનોરથ નું આયોજન. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ધરાઈ ગામમાં આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી બાલમુકુન્દ હવેલીમાં અતિભવ્ય “ છાક મનોરથ ” નું આયોજન તા.11/09/24 (રાધાષ્ટમી) બુધવાર ના રોજ઼ સમય બપોરે 2:30 કલાકે કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ઠાકોરજીને વિવિધ જાતની મીઠાઈઓ તથા અન્ય પ્રકારની વાનગીઓ ધરાવવામાં આવશે. આ તકે હવેલીમાં ઠાકોરજીના આ રૂડા મનોરથ તથા દર્શનનો લાવ્હો લેવા શ્રી બાલમુકુન્દ પ્રભુ હવેલી ટ્રસ્ટ તથા મુખ્યાજી પરિવાર વતી સૌ વૈષ્ણવ ભક્તો ને મહાપ્રસાદ લેવા માટે હાર્દિક નિમંત્રણ છે.

